MP સંકટ: બળવાખોર ધારાસભ્યોએ CM કમલનાથ પર ઉઠાવ્યાં સવાલ, ઈમરતી દેવીએ કહ્યું- 'સિંધિયા અમારા નેતા'
મધ્ય પ્રદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના 22 બળવાખોર ધારાસભ્યોએ આજે બેંગ્લુરુમાં પ્રેસ કોન્ફરન્સ કરી.
Trending Photos
બેંગ્લુરુ: મધ્ય પ્રદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના 22 બળવાખોર ધારાસભ્યોએ આજે બેંગ્લુરુમાં પ્રેસ કોન્ફરન્સ કરી. ધારાસભ્ય ગોવિંદસિંહ રાજપૂતે કહ્યું કે કમલનાથજીએ ક્યારેય અમને 15 મિનિટ પણ સાંભળ્યા નથી. તો પછી અમારા વિસ્તારના વિકાસકાર્યો માટે અમારે વાત કોને કરવી? અન્ય એક ધારાસભ્ય ઈમરતી દેવીએ કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા અમારા નેતા છે અને અમે તેમની પાસેથી ઘણું શીખ્યા છે. અમે હંમેશા તેમની સાથે રહીશું પછી ભલે અમારે કૂવામાં કૂદવું પડે.
કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય બિસાહુલાલે સીએમ કમલનાથ પર નિશાન સાધતા કહ્યું કે કમલનાથે મધ્ય પ્રદેશનો નહીં પરંતુ ફક્ત છીંદવાડાનો વિકાસ કર્યો છે. મુખ્યમંત્રી સમગ્ર પ્રદેશના હોય છે, પરંતુ કમલનાથજી ફક્ત છીંદવાડાના સીએમ બનીને રહ્યાં.
Rebel Congress MLA Imarti Devi, in Bengaluru: Jyotiraditya Scindia is our leader. He taught us a lot. I'll always stay with him even if I had to jump in a well https://t.co/U6Pe7GjhVM pic.twitter.com/ggjtCOFcA8
— ANI (@ANI) March 17, 2020
અહીં અલગ અલગ ધારાસભ્યોએ પ્રેસને કરેલા સંબોધનમાં કહ્યું કે તમે અમને ખુલ્લા મને પ્રશ્નો પૂછી શકો છો. બંધક શબ્દને અમારાથી અલગ કરો. અમે લોકો મુક્ત થઈને ઘૂમી રહ્યાં છીએ. અમે કમલનાથજીને પણ અહીં આમંત્રિત કરી શકીએ છીએ.
બળવાખોર ધારાસભ્યોએ કહ્યું કે અમે બધા કમલનાથ સરકારથી નાખુશ છીએ અને અમે બધાએ રાજીનામા આપ્યાં છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેઓ સમજી રહ્યાં છે કે દોઢ વર્ષમાં કશું કરી શક્યા નથી. સિંધિયા કમલનાથના નેતૃત્વમાં મધ્ય પ્રદેશમાં જે સરકાર બની હતી તેની સાથે એક વચનપત્ર પણ બન્યું હતું. ત્યારે સિંધિયાએ કહ્યું હતું કે તેઓ રસ્તા પર ઉતરશે. આજે જેટલા પણ ધારાસભ્યો આવ્યાં છે, તેઓ પોતે જાતે આવ્યાં છે. સરકાર પાસે અમારા માટે જરાય સમય નથી. જો કે અમે ભાજપમાં જોડાયા નથી. અમે નક્કી કરીશું કે અમારે આગળ શું કરવાનું છે.
Madhya Pradesh MLA Govind Singh Rajput, in Bengaluru: Kamal Nath Ji never heard us even for 15 minutes. Then whom should we talk to for development work in our constituency? pic.twitter.com/4V5MTrrw6T
— ANI (@ANI) March 17, 2020
તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 6 ધારાસભ્યોના રાજીનામા સ્વીકારાયા છે. પરંતુ હજુ અમારા રાજીનામા મંજૂર થયા નથી. કમલનાથ સરકારમાં મંત્રી રહી ચૂકેલા ઈમરતીદેવીએ કહ્યું કે તેમની પાસે ધારાસભ્યો અને મંત્રીઓને મળવાનો સમય નથી. સિંધિયા અમારા નેતા છે પરંતુ ભાજપમાં જોડાવવા પર અમે વિચાર કરીશું.
અત્રે જણાવવાનું કે મધ્ય પ્રદેશમાં હજુ પણ રાજકીય નાટક ચાલુ જ છે. રાજ્યપાલે કમલનાથ સરકારને આજે ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. જો કે કમલનાથે કહ્યું કે કોંગ્રેસ પાસે બહુમત છે અને આથી તેઓ ફ્લોર ટેસ્ટ માટે તૈયાર નથી. ભાજપ ઈચ્છે તો અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે. આ બધી ધમાલ વચ્ચે બળવાખોર ધારાસભ્યોએ બેંગ્લુરુમાં પ્રેસ કોન્ફરન્સ કરી નાખી અને કમલનાથ પર અવગણનાનો આરોપ લગાવી દીધો.
આ VIDEO પણ જુઓ...
મધ્ય પ્રદેશમાં રાજ્યપાલના આદેશ મુજબ સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો હતો પરંતુ વિધાનસભા સ્પીકરે 26 માર્ચ સુધી કોરોના વાયરસના કારણે સદનની કાર્યવાહી રોકવાનો નિર્ણય લીધો. ત્યારબાદ ભાજપ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને આજે આ મામલે સુનાવણી છે. બીજી બાજુ રાજ્યપાલ લાલજી ટંડને ત્રીજીવાર મધ્ય પ્રદેશ સરકાર અને સ્પીકરને પત્ર લખીને કહ્યું કે મંગળવારે ફ્લોર ટેસ્ટ કરાવો. આથી આજનો દિવસ મધ્ય પ્રદેશના રાજકારણ માટે ખુબ મહત્વનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે